નથી રહ્યા શેન વોર્ન

પૂર્વ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ન નું દુઃખદ નિધન થયું છે.થાઇલેન્ડ સ્થિત એમના બંગલા માં એમની લાશ મળી છે.પૂર્વ સ્પિનર ને હૃદય રોગ ના હુમલા નાં કારણે આ ઘટના ઘટી છે.

શેન વોર્ન ભારત માં પણ ખૂબ લોકપ્રિય થયા હતા.ખાસ કરીને સચિન સામે એમની બોલિંગ જોવા લોકો રાહ જોતા હતા.બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી.શેન વોર્ન ભારતીયો માં “રાત્રે સપના માં સચિન મને છક્કા મારતો દેખાય છે” વાળા નિવેદન બાદ ખુબ લોકપ્રિય બન્યા હતા.