ભારત ના વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ ને હિંસા રોકવા અને ડિપ્લોમેટિક રસ્તે વાતચીત દ્વારા સમસ્યા નાં સમાધાન કરવાની વાત કહી છે.

યુક્રેન રશિયા વિવાદ માં યુક્રેન તરફથી ભારત નાં વડાપ્રધાન મોદી ને મદદ ની અપીલ કર્યા બાદ ભારતીય વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી છે .ભારત ના વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ ને હિંસા રોકવા અને ડિપ્લોમેટિક રસ્તે વાતચીત દ્વારા સમસ્યા નાં સમાધાન કરવાની વાત કહી છે.૨૫ મિનિટ સુધી ફોન પર થઈ વાત માં ભારતીય વડાપ્રધાન દ્વારા બંને પક્ષો હિંસા છોડી ને વાતચીત દ્વારા સમાધાન નો માર્ગ અપનાવવાની વાત રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી હતી.સાથે સાથે ભારત ના વડાપ્રધાને યુક્રેન માં ફસાયેલા ભારતીયો મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી છે .ઉલ્લેખનીય છે કે યુક્રેન દ્વારા ભારત નાં વડાપ્રધાન ને મદદ ની અપીલ કર્યા બાદ સમગ્ર વિશ્વ ની નજર ભારત નાં સ્ટેન્ડ પર હતી.

ઉલ્લેખીય છે કે અત્યાર સુધી રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ ચાલુ છે.યુક્રેન નાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે રશિયા અને યુક્રેન વચ્ચે ઘમસાણ ચાલુ છે ત્યારે વડાપ્રધાન નું આ નિવેદન મહત્વપૂર્ણ છે.