શું મુનીર બનશે ‘ઈસ્લામિક નાટો’નો કમાન્ડર? તુર્કીના નિવેદનથી તણાવ વધી ગયો
તુર્કીએ કહ્યું છે કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના સૈન્ય કરારની ગવર્નિંગ બોડીમાં ત્રણેય દેશોના સૈન્ય વડાઓ સામેલ રહેશે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ‘ઇસ્લામિક નાટો’ના પ્રથમ સૈન્ય કમાન્ડર બની શકે છે.
આ ત્રણેય દેશોની સેનામાં અસીમ મુનીર સૌથી વધુ અનુભવ ધરાવતા અને વરિષ્ઠ સૈન્ય અધિકારી છે. અસીમ મુનીર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ પણ હોવાનું કહેવાય છે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના સૈન્ય કરાર બાદ રચાનારા આ ‘ઇસ્લામિક નાટો’ના કમાન્ડર બનવાની રેસમાં અસીમ મુનીર સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

