પાકિસ્તાનનું સેમિફાઈનલનું સપનું ચકનાચૂર
વર્લ્ડ કપ 2026 ના સુપર-8 માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને એકતરફી મુકાબલામાં હરાવીને ટૂર્નામેન્ટમાં રોમાંચ વધારી દીધો, ન્યૂઝીલેન્ડના બોલરો અને બેટ્સમેનોએ સંયુક્ત દેખાવ કરીને શ્રીલંકાને 107 રનમાં રોકી દીધું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168/7 રન બનાવ્યા હતા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 26 બોલમાં 47 રન (4 છગ્ગા) ની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે કોલ મેકકોન્ચીએ 31 રનનું યોગદાન આપ્યું હતું. 169 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ માત્ર 107 રન જ બનાવી શકી હતી. રચિન રવીન્દ્રએ ધારદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી થીક્ષાના અને ચમીરાની 3-3 વિકેટોની મહેનત એડે ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ 3 પોઈન્ટ અને +3.050 ના રન રેટ સાથે બીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 1 પોઈન્ટ છે અને રન રેટ -0.461 છે. પાકિસ્તાને જો સેમિફાઈનલમાં જવું હોય તો શ્રીલંકાને માત્ર 20-30 રનમાં ઓલઆઉટ કરવું પડે અથવા 150 રનનો ટાર્ગેટ માત્ર 2-3 ઓવરમાં પૂરો કરવો પડે, જે ક્રિકેટના ઈતિહાસમાં અશક્ય જણાય છે. જો ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ સામે જીતે અથવા મેચ રદ થાય તો પાકિસ્તાન સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન માટે હવે ટૂર્નામેન્ટમાં સફર પૂરી થવાને આરે છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે હોટ ફેવરિટ બની ગયું છે.


