UP ATSએ પંજાબના મોહાલીમાંથી ખાલિસ્તાની આતંકવાદી સુખવિંદર સિંહ ધિલ્લોનને પકડ્યો, તે 31 વર્ષથી છુપાયેલો હતો.

UP ATSએ પંજાબના મોહાલીમાંથી ખાલિસ્તાની આતંકવાદી સુખવિંદર સિંહ ધિલ્લોનને પકડ્યો, તે 31 વર્ષથી છુપાયેલો હતો.

ઉત્તર પ્રદેશની ATSની ટીમને મોટી સફળતા મળી છે. ગૌતમ બુદ્ધ નગર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં ટીમે પંજાબના મોહાલીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં 31 વર્ષથી છુપાયેલો ભાગેડુ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF) આતંકવાદી ઝડપાયો છે. ટીમ દ્વારા પકડાયેલા આરોપી આતંકવાદીની ઓળખ પંજાબના કપૂરથલાના રહેવાસી બંતા સિંહના પુત્ર સુખવિંદર સિંહ ધિલ્લોન ઉર્ફે દયાલ સિંહ ઉર્ફે રાકેશ શર્મા ઉર્ફે છિંદા તરીકે થઈ છે.

એટીએસના પ્રવક્તા અનુસાર, આતંકવાદી ગતિવિધિઓને કારણે કેસીએફને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. 18 એપ્રિલ, 1993ના રોજ નોઈડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની એકે-56 રાઈફલ અને 121 જીવતા કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે પંજાબમાંથી ભાગી ગયો હતો અને ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં છુપાયો હતો.