પાક રક્ષા મંત્રી ની ભારત ને ગીદડ ભભકી

પાક રક્ષા મંત્રી ની ભારત ને ગીદડ ભભકી

ન્યુઝડે નેટવર્ક,પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમે ભારતને અવગણી શકીએ નહીં. આસિફે એક ટીવી ઈન્ટરવ્યુમાં આશંકા વ્યક્ત કરી હતી કે ભારત કોઈપણ સમયે પાકિસ્તાન સામે બે મોરચાનું યુદ્ધ કરી શકે છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન સંપૂર્ણ રીતે સતર્ક અને તૈયાર છે. પાકિસ્તાની રક્ષા મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત નથી ઈચ્છતું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય થાય અને તાલિબાન સાથેના વિવાદોનો ઉકેલ આવે. તેણે ભારત પર પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલાનો પણ આરોપ લગાવ્યો હતો.