પાક બોર્ડર પાસે ભારત અફગાન નો જોરદાર યુદ્ધ અભ્યાસ
ન્યુઝડે નેટવર્ક,ઇસ્લામિક આતંકવાદના વૈશ્વિક સપ્લાયર એવા પાકિસ્તાનને હવે તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જ જવાબદાર રહેશે અને ઓપરેશન સિન્દૂર ચાલી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાને પણ સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાનની હિંમત હશે તો તે જડબાતોડ જવાબ આપશે. એટલે કે આ આતંકવાદીઓનો માસ્ટર માઈન્ડ આસીમ મુનીર ફસાઈ ગયો છે. એક બાજુ ભારત છે, બીજી બાજુ તાલિબાન છે અને પાકિસ્તાન વચ્ચે અટવાયું છે.


