મુશર્રફ સમયે જ પાક અમેરિકા ને પરમાણુ વેચી ચુક્યો છે અમેરિકન અધિકારી નો દાવો

મુશર્રફ સમયે જ પાક અમેરિકા ને પરમાણુ વેચી ચુક્યો છે અમેરિકન અધિકારી નો દાવો

ન્યુઝડે નેટવર્ક,અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના પૂર્વ ઓફિસર જોન કિરિયાકોઉએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે પાકિસ્તાને તેના પરમાણુ બોમ્બ અમેરિકાને વેચ્યા છે. લગભગ 15 વર્ષ સુધી CIAમાં કામ કરી ચૂકેલા જ્હોન કિરિયાકૌએ પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફનું નામ લીધું છે. તેણે ખુલાસો કર્યો છે કે જનરલ મુશર્રફે જ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ અમેરિકાને આપ્યો હતો. પાકિસ્તાનમાં અમેરિકાના આતંકવાદ વિરોધી અભિયાનના વડા તરીકે ફરજ બજાવતા જોન કિરિયાકોઈએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે.