પાકિસ્તાન ને લઇ તાલિબાનનું ચીનને અલ્ટીમેટમ
ન્યુઝડે નેટવર્ક,તાલિબાન સતત પાડોશી દેશોમાં પાકિસ્તાનને ઘેરવામાં વ્યસ્ત છે. તાલિબાનના નાયબ વિદેશ મંત્રી નઈમ વર્દાકે પાકિસ્તાન પર કડક વલણ અપનાવતા કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાને “તાલિબાન વહીવટીતંત્રની સહનશીલતાની કસોટી કરી છે.” તાલિબાનના વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, તાલિબાનના નાયબ વિદેશ મંત્રી નઈમ વર્દાકે અફઘાનિસ્તાનમાં ચીનના વિશેષ દૂત યુ ઝિયાયોંગને કહ્યું કે પાકિસ્તાને છેલ્લા ચાર વર્ષમાં “તાલિબાન વહીવટીતંત્રની ધીરજની કસોટી કરી છે”.


