પ્રદુષણ ઘટાડવા દિલ્લી માં કૃત્રિમ વરસાદ ની યોજના

પ્રદુષણ ઘટાડવા દિલ્લી માં કૃત્રિમ વરસાદ ની
યોજના

ન્યુઝડે નેટવર્ક,સુપ્રીમ કોર્ટ તરફથી ગ્રીન ફટાકડાને મંજૂરી મળ્યા બાદ દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, નિયમોનો પણ ખૂબ ભંગ કરવામાં આવ્યો હતો. તેની સીધી અસર દિલ્હીની હવાની ગુણવત્તા પર પણ પડી હતી. પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે ક્લાઉડ સીડિંગની તમામ તૈયારીઓ કરી લીધી છે.

અગાઉ, દિલ્હી સરકારના પર્યાવરણ પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ મંગળવારે કહ્યું હતું કે ક્લાઉડ સીડિંગ (વાદળોમાં બીજ નાખીને વરસાદ લાવવાની તકનીક) માટે કોઈ અનુકૂળ હવામાન નથી. તેમણે કહ્યું હતું કે, પરંતુ સરકાર પૂરતા પ્રમાણમાં ભેજની રાહ જોશે જેથી આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે.