મહાન સ્વાતંત્ર્ય સેનાની અશફાકુલ્લા ખાન – જન્મદિવસ 22 ઓક્ટોબર 1900

મહાન સ્વાતંત્ર્ય સેનાની અશફાકુલ્લા ખાન – જન્મદિવસ 22 ઓક્ટોબર 1900

ન્યુઝડે નેટવર્ક , 25 વર્ષની ઉંમરે અશફાકે તેના ક્રાંતિકારી મિત્રો સાથે મળીને બ્રિટિશ સરકારના નાક નીચેથી જ સરકારી તિજોરી લૂંટી હતી. જે બાદ સમગ્ર બ્રિટિશ સરકારને ભોગવવું પડ્યું હતું. આ ઘટના ‘કાકોરી ઘટના’ તરીકે ઓળખાય છે.

તેમને 19 ડિસેમ્બર 1927ના રોજ ‘કાકોરી ઘટના’ માટે ફૈઝાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ કેસમાં અશફાકુલ્લા ખાનની સાથે રામ પ્રસાદ બિસ્મિલ, ઠાકુર રોશન સિંહ અને રાજેન્દ્ર નાથ લાહિરીને ફાંસીની સજા અને સચિન્દ્ર સાન્યાલ અને સચિન્દ્ર બક્ષીને કાલાપાનીની સજા આપવામાં આવી હતી.