સનાતનીઓની કંપનીથી બચો, RSSથી સાવધાન’, CM સિદ્ધારમૈયાનો બફાટ

સનાતનીઓની કંપનીથી બચો, RSSથી સાવધાન’, CM સિદ્ધારમૈયાનો બફાટ

ન્યુઝડે નેટવર્ક
RSS પર સિદ્ધારમૈયાઃ કર્ણાટકના સીએમએ લોકોને ‘સનાતનીઓ’ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા લોકોને ટાળવાની સલાહ આપી છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે આરએસએસ અને તેની સાથે જોડાયેલા લોકો બંધારણની વિરુદ્ધ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે 18 ઓક્ટોબરે RSS પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લોકોને ‘સનાતનીઓ’ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા લોકોને ટાળવાની સલાહ આપી છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે આરએસએસ અને તેની સાથે જોડાયેલા લોકો ઐતિહાસિક રીતે બી.આર. આંબેડકર અને તેમના દ્વારા બનાવેલા બંધારણની વિરુદ્ધ રહ્યા છે. તેમણે શાળા અને કોલેજોમાં આરએસએસના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે પણ સ્પષ્ટતા કરી હતી. યુ-ટર્ન લેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય RSSને નિશાન બનાવવાનો નથી.
ર્ડો આંબેડકર નું નામ લઇ સંઘ પર નિશાન સાધવાનું કામ કોંગ્રેસ તરફથી પહેલી વાત કરવામાં આવ્યું નથી.પરંતુ જયારે બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાન માં પાછળ બારણે ૩૭૦ કલમ દાખલ કરવાના મુદ્દે અને એટલા બધા સંશોધન કરી સંવિધાન પરિવર્તન મુદ્દે કોંગ્રેસ ના નેતાઓ ચૂપ થવાનું પસંદ કરે છે .