પ્રભુ શ્રી રામ ની ભક્તિ માં 73 વર્ષીય વૃદ્ધે 1338  કિલોમીટર ની યાત્રા કરી પૂર્ણ

પ્રભુ શ્રી રામ ની ભક્તિ માં 73 વર્ષીય વૃદ્ધે 1338  કિલોમીટર ની યાત્રા કરી પૂર્ણ

ન્યુઝડે નેટવર્ક,ભગવાન રામ પ્રત્યેની ભક્તિ અને ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં લીધેલા સંકલ્પને પુરો કરવા, ગુજરાતના એક 73 વર્ષીય વૃદ્ધ એટલે જયંતિલાલ પટેલે મહેસાણાથી અયોધ્યા સુધીની 1,338 કિલોમીટર લાંબી પદયાત્રા પૂર્ણ કરી.

મહેસાણાના મોદીપુર ગામના રહેવાસી જયંતિલાલ હરજીવનદાસ પટેલ, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ 1990ની સોમનાથ-અયોધ્યા રથયાત્રા દરમિયાન લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે 40 દિવસ ચાલ્યા પછી અયોધ્યા પહોંચ્યા હતા. જયંતિકાકા દરરોજ 33-35 કિલોમીટર ચાલતા અને રાત્રે વિશ્રામ કરતા. રસ્તામાં મંદિરો, જાહેર ઉદ્યાનો અને ગેસ્ટ હાઉસમાં રોકાતા-રોકતા આ અંતર કાપ્યું હતું. સંબંધીઓ ઘણીવાર તેમને તેમની આગામી પડાવો બાબતે જણાવવા માટે મોબાઇલ ફોનથી જાણ કરતા. જયંતિકાકાએ પોતાની આ પદયાત્રા 30 ઓગસ્ટથી શરૂ કરી હતી.