વિજય થલપાતી ની રેલી માં આયોજન નો અભાવ ૧૦ હાજર ની જગ્યા ૨૭ હાજર લોકો ઉમટી પડ્યા
ન્યુઝડે નેટવર્ક
તમિલનાડુના કરુરમાં શનિવારે એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિની હાજરીમાં એક મેગા રેલીમાં ભાગદોડ મચી ગઈ. મૃ**ત્યુઆંક વધીને 39-40 થયો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાસ્થળે એક ઝૂંપડીમાં લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે ભીડ ઉમટવા લાગી, ત્યારે તેઓ ઝૂંપડીની છત તોડીને ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.
એવું કહેવાય છે કે મેગાસ્ટાર વિજયને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ડીજીપીએ કહ્યું કે, આયોજકોએ 10,000 લોકોની અપેક્ષિત સંખ્યા જણાવી હતી, પરંતુ એક્ટર વિજયની એક ઝલક જોવા માટે અંદાજે 27,000 લોકો ઉમટી પડ્યા. તેમણે કહ્યું કે અંદાજે 20,000 લોકોની અપેક્ષા હોવાને કારણે પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી.

