અમેરિકન વિઝા નીતિ માં ફરી નવો તુક્કો
ન્યુઝડે નેટવર્ક
અમેરિકામાં વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે કહ્યું, “H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ સૌથી વધુ દુરુપયોગ થતી વિઝા સિસ્ટમમાંની એક છે. હેતુ એ છે કે હાઈ સ્કિલ્ડ ધરાવતા લોકોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવાનો છે, એવી નોકરીઓ ભરવાનો છે જે અમેરિકન કર્મચારી કરી નથી શકતા.
વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, “મોટી ટેક કંપનીઓ અથવા અન્ય મોટી કંપનીઓ હવે વિદેશી કામદારોને તાલીમ નહીં આપશે. તેમણે સરકારને 100,000 ડૉલર ચૂકવવા પડશે અને પછી કર્મચારીને પણ ચૂકવણી કરવી પડશે. જે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થશે. જો તમે કોઈને તાલીમ આપવા જઈ રહ્યા છો, તો અમારી મહાન યુનિવર્સિટીઓમાંથી તાજેતરમાં સ્નાતક થયેલા અમેરિકન વિદ્યાર્થીઓને તાલીમ આપો, અમેરિકનોને નોકરી માટે તૈયાર કરો અને અમારી નોકરીઓ છીનવી લેવા માટે બહારના લોકોને લાવવાનું બંધ કરો. આ જ નીતિ છે અને તમામ મોટી કંપનીઓ તેની સાથે છે.”


