ઉત્તરાખંડ ના ચમોલી ના આભ ફાટ્યું

ઉત્તરાખંડ ના ચમોલી ના આભ ફાટ્યું

ન્યુઝડે નેટવર્ક
17 સપ્ટેમ્બરે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. કુંત્રી લંગાફલી વોર્ડમાં છ ઘર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સાત લોકો ગુમ છે. બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
16 સપ્ટેમ્બરે દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના બની જેમાં દહેરાદૂનથી મસૂરી સુધીના 35 કિલોમીટરના વિસ્તારમાં ઘણું નુકસાન થયું.સતત ત્રીજા દિવસે 2,500 પ્રવાસીઓ મસૂરીમાં ફસાયા હતા.
હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ, પૂર, ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 419 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બંનેને હાઇ એલર્ટ પર રાખ્યા છે.સામાન્ય કરતાં 8% વધુ વરસાદ વરસ્યો છે. આટલા બધા વરસાદે આટલા વિસ્તારમાં જાણે તબાહી મચાવી દીધી છે. અને લોકોમાં આફત આવી પડી છે.