રશિયા યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ બાદલ મોદી નો આભાર: ટ્રમ્પ

રશિયા યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ બાદલ મોદી નો આભાર: ટ્રમ્પ

ન્યુઝડે નેટવર્ક
વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે અને તેને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે આખરે વાત કરી છે. બંને નેતાઓ વચ્ચે 17 જૂને વાતચીત થઈ હતી. તે વાતચીત ખૂબ જ તણાવપૂર્ણ હતી. કારણ ટેરિફ હતું. જેના પછી આજે વાત થઇ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયાની એક પોસ્ટમા લખ્યું છે કે , ‘મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ખૂબ સારી વાતચીત થઈ. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. ‘નરેન્દ્ર: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સમર્થન બદલ આભાર.’