ફ્રાન્સ બાદ બ્રિટેન માં લાખો લોકો રસ્તા પર
ન્યુઝડે નેટવર્ક
અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ દેખાવો પછી બ્રિટનના લંડનમાં પણ ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલની માગ કરવામાં આવી રહી છે. બ્રિટનના ટોમી રોબિન્સનના નેતૃત્વમાં ‘યુનાઈટેટ ધ કિંગ્ડમ’ બેનર હેઠળ લંડનના વ્હાઈટ હોલ ક્ષેત્રમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં એક લાખ કરતાં વધુ લોકોએ દેખાવો કર્યા હતા.
આ જ સ્થળે ‘રંગભેદ’, ‘ફાસીવાદ’ વિરુદ્ધ કાઉન્ટર રેલી યોજાઈ હતી. જેથી બંને સમર્થકો આમને-સામને આવી ગયા હતા.એક લાખથી વધુ લોકો યુરોપીયન અને બ્રિટિઝ ઝંડા તથા સેન્ટ જ્યોર્જ ક્રોસ સાથે દેખાવો કર્યા હતા. તેમણે અમને અમારો દેશ પાછો જોઈએ છે, ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.


