પાકિસ્તાની સીમા હૈદર અને સચિને કર્યું કૌભાંડ ??
ન્યુઝડે નેટવર્ક
પાકિસ્તાનની સીમા હૈદર અને તેના પતિ સચિનના નામે એક મોટું કૌભાંડ થયું છે. આ ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક્શનમાં આવી છે.
ઈડીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એવા આરોપીઓ અને કંપનીઓ વિરુદ્ધ છે, જેઓ ફેક કંપનીઓ અને શેલ કંપનીઓ બનાવીને કાગળ પર નકલી કામગીરી કરીને ટેક્સ ચોરી અને મની લોન્ડ્રિંગ જેવા ગેરકાયદેસર કામો કરે છે. ઈડીએ આ 650 કરોડના ફેક ITC કૌભાંડ મામલે દિલ્હી, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
વર્ષ 2024માં બિહારના દરભંગામાં રહેતા બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈઓની અરુણાચલ પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર 100 કરોડના ITC કૌભાંડનો આરોપ હતો. આ બંને ભાઈઓએ તો પાકિસ્તાની સીમા અને સચિનના નામે કૌભાંડ આચર્યું હતું.

