નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ની દુર્દશા !શું અવિભાજ્ય ભારત જરૂરી હતું…
ન્યુઝડે નેટવર્ક
નેપાળ…ઘટનાથી સ્મરણ થયું.
ભારતથી અલગ થયેલ બધા ભૂભાગ આજે વિદેશી તાકાતોનો શિકાર બની અસ્થિરતા તરફ ધકેલાઈ વિનાશને આમંત્રણ આપી રહ્યા છે. તે ભૂભાગના લોકોનું વિદેશી તાકાતો શોષણ કરી રહ્યા છે અને એક દ્રષ્ટિએ તે ગુલામી તરફ ધકેલાઈ રહ્યા છે.
`કેટલાક મહાનુભાવોની વાતો` જાણી અને સમજી તે તરફ સૌએ ધ્યાન આપવા જેવું છે…..
> બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન, બ્રહ્મદેશ, મલેશિયા અને લંકા સાથે મળીને એક સંયુક્ત બજાર બનાવે તો તેનાથી આપણે સૌને લાભ થશે અને આપણા દેશના લોકોને આપણે ઉન્નત કરી શકીશું. તેમનું જીવન સ્તર ઊંચું લાવી શકીશું.
_ *પ્રેસિડેન્ટ ઝિયાઉર રહેમાન* (બાંગ્લાદેશ)
> `हम एक ही मुख्य भारत भूमि के अंग रहे है।`
_ શ્રી પ્રેમદાસા, પ્રમુખ-શ્રીલંકા
> છેલ્લા ૪૦ વર્ષોનો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે વિભાજને કોઈને ફાયદો નથી કરાવ્યો. જો આજે ભારત પોતાના “મૂળ સ્વરૂપે અખંડિત” હોત તો એ આજે દુનિયાની મોટામાં મોટી તાકાત બની શક્યો હોત. એટલું જ નહીં, દુનિયામાં શાંતિની સ્થાપના કરવાની પણ એની વિશેષ ભૂમિકા હોત.
_ જિયેએ સિંધના પ્રણેતા ગુલામ મુર્તજા સૈયદ
> મને એ બાબતમાં લગીરે શંકા નથી કે ભારતના વિભાજન માટેના લીગના આંદોલન પછી પણ એક દિવસ એવો આવશે કે જ્યારે મુસલમાનોને ચોક્કસ લાગશે કે અવિભક્ત હિન્દુસ્થાન બધાને માટે જરૂરી છે.
_ “ડૉ. બાબાસાહેબ આંબેડકર”
લોકશાહીમાં પહેલા કંઈક કરવાનું હોય તો તે એ છે કે આપણા સામાજિક અને આર્થિક હેતુ સાધ્ય કરવા માટે બંધારણીય સાધનોનો માર્ગ સ્વીકારવો જોઈએ. અસહકાર, કાયદાનો ભંગ અને સત્યાગ્રહના માર્ગને છોડી દેવા જોઈએ. કારણ ગેરબંધારણીય માર્ગ મતલબ અંધાધુંધી.*
_ `ડૉ.બાબાસાહેબ આંબેડકર`
`ડૉ.બાબાસાહેબના આ વિચારોને સમજી આચરણમાં મૂકનાર આપણે ભારતવાસીઓ દેશને સમજદારી-વિવેક સાથે બંધારણીય માર્ગે મક્કમ ગતિએ વિશ્વમાં આગળ વધારી રહ્યા છીએ.`
રાષ્ટ્રીય_વિમર્શ .. ભારતનો અર્થ છે જ્ઞાનમાં રત. જયતૂ ભારત🇮🇳
નારાયણ વેલાની (કચ્છ) ની કલમ થી ….
