કેન્દ્ર સરકાર દ્વારા GST ના નવા દરો સાર્વજનિક
ન્યુઝડે નેટવર્ક
GST કાઉન્સિલની 56 મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. પાન મસાલા, ગુટખા, સિગારેટ, તમાકુ, કાચી તમાકુ, બીડી અને સુગંધિત તમાકુ પર GST કાઉન્સિલે નવા GST દરો લાગુ કરવાની જાહેરાત કરી છે.
કાઉન્સિલે આ વસ્તુઓ પર GSTને 28%થી વધારીને 40% કરી દીધો છે. આ ફેરફાર 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. એટલે કે, સિગારેટ અને તમાકુ મોંઘી થઈ જશે. માની લો, સિગારેટના એક પેકેટની કિંમત 100 રૂપિયા છે. અગાઉ તેના પર 28% GST લાગતો હતો, એટલે કે 28 રૂપિયા ટેક્સ. કુલ મળીને તમારે 128 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે નવા 40% GST દર સાથે, તે જ 100 રૂપિયાના સિગારેટના પેકેટ પર 40 રૂપિયા ટેક્સ લાગશે એટલે કે હવે તમારે 140 રૂપિયા ચૂકવવા પડશે.

