UK માં થી ૬ લાખ લોકો ને તગેડી મુકાશે

  1. UK માં થી ૬ લાખ લોકો ને તગેડી મુકાશે

ન્યુઝડે નેટવર્ક
UKમાંથી 6 લાખ ઇમિગ્રન્ટ્સને કાઢી મુકવાની વાત ચાલી રહી છે. બ્રિટનની રિફોર્મ યુકે પાર્ટીના લીડર નિગેલ ફરાજે જણાવ્યું હતું કે, જો તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં જીતી જશે તો તે પાંચ વર્ષમાં 6,00,000 માઈગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેશે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પાર્ટી નાની હોડીઓમાં યુકે અવાનારાઓને અસાયલમ લેતા રોકશે.

તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન જેવા દેશોને ઈમિગ્રન્ટ્સને પાછા લેવા માટે ચૂકવણી કે સહાય તરીકે આપવા માટે 2 બિલિયન પાઉન્ડની પણ આપશે અને તેમનો સાથ નહીં આપનારા દેશ પર પ્રતિબંધ પણ મૂકાશે. ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, જૂન સુધીમાં 10,652 આશ્રય સંબંધિત કારણે પરત ફર્યા હતા.પાર્ટીનું કહેવું છે કે તે 18 મહિનામા 24000 લોકોને અટકાયતમાં રાખવાની યોજના છે અને દેશના દૂરના વિસ્તારોમાં રિમૂવલ સેન્ટરો બનાવવામાં આવશે.