યુરોપીય દેશોએ પણ લગાવ્યું અમેરિકન પોસ્ટ સર્વિસ પર પ્રતિબંધ
ન્યુઝડે નેટવર્ક
ભારતની પોસ્ટ સર્વિસ દ્વારા અમેરિકા મોકલવામાં આવતા પાર્સલ પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના આ નિર્ણય પછી હવે યુરોપિયન દેશોએ પણ અમેરિકા માટેની પોસ્ટલ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઇટલી અને નેધરલેન્ડ જેવ દેશનો સમાવેશ થાય છે.
એવું કહેવામાં આવી રહ્યુ છે કે અમેરિકના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુનિયાના ઘણા મોટા દેશો પર ભારે ટેરિફ લાગુ કર્યો છે અને જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.


