બાળાસાહેબ દેવરસ
(તૃતીયસરસંઘચાલક, આર.એસ.એસ)
ન્યુઝડે નેટવર્ક
હિન્દુસ્થાનનું વિભાજન સામરિક દ્રષ્ટિથી, સામાજિક દ્રષ્ટિથી, આર્થિક દ્રષ્ટિથી, રાજનીતિક દ્રષ્ટિથી બધી જ દ્રષ્ટિથી એક મહાન ભયંકર ભૂલ છે.
● આવો! મેળવેલી સ્વતંત્રતાને આપણે મજબૂત આધાર આપીએ અને ‘અખંડ ભારત’ માટે પ્રતિજ્ઞાબદ્ધ બનીએ.
_*સ્વાતંત્ર્યવીર સાવરકર*
●મહર્ષિ અરવિંદ* :
ભારતવર્ષનું આ વિભાજન કુત્રિમ છે. જો એ કોઈ પ્રકારે ટકી પણ ગયું તો હિન્દુસ્થાન સદૈવને માટે લુલુ, લંગડું અને દુર્બળ થઈ જશે. સદૈવ લડાઈ ઝઘડા થતા રહેશે. હિન્દુસ્થાનના અવાજમાં જોર નહીં આવે. સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર હિન્દુસ્થાન પોતાના પ્રભાવી હોવાનું નિર્વહન નહીં કરી શકે અને આ ભારતવર્ષની મહાનતા માટે વિભાજન સમાપ્ત થવું જ જોઈએ.
● પશ્ચાતાપથી પાપ સામાન્ય રીતે ધોવાઈ જાય છે, પરંતુ જેમના આત્માએ વિભાજનના કુકૃત્ય પર સંતપ્ત થવાની જરૂર હતી તે જ લોકો આજે પોતાની અપકીર્તિની ધૂળમાં આળોટીને પ્રસન્ન થઈ રહ્યા છે. તો ભલે હવે જનતા જ પશ્ચાતાપ કરી લે – પોતાની ભૂલો માટે અને પોતાના નેતાઓનાં કુકર્મો માટે પણ!
_*ડૉ. રામમનોહર લોહિયા*
● ‘અખંડ ભારત’ માત્ર એક વિચાર જ નહીં, વિચારપૂર્વક કરેલો સંકલ્પ છે. કેટલાક લોકો વિભાજનને પથ્થરની લકીર માને છે, પરંતુ એમનો આ દ્રષ્ટિકોણ સાવ અનુચિત છે. મનમાં માતૃભૂમિ પ્રત્યે ઉત્કટ ભક્તિ ન હોવાનું આ લક્ષણ છે.
_*પંડિત દીનદયાળ ઉપાધ્યાય*
● ડૉ.મોહનરાવ ભાગવત*
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ
ભારત વિભાજીત છે – તો સમાજ વિભાજિત છે, મારું પરિવાર વિભાજિત છે, હું પોતે પોતાનામાં અંગ્રેજીમાં કહે છે ને કે સીજોફ્રેનિક (વિખંડિત) થઈ ગયો. તેના જે જે દુષપરિણામ થાય છે તે તે ભોગવવા પડે છે. આ બધાને ઠીક કરવા છે તો આપણે સૌએ જે ખંડિત થયું છે તેને પુન: અખંડિત બનાવવું પડશે. તે આપણું રાષ્ટ્રીય – ધાર્મિક બધા પ્રકારનું કર્તવ્ય છે, માનવીય કર્તવ્ય પણ આ જ છે.
● આપણો સંકલ્પ ~ અખંડ ભારત*
અખંડ ભારત સ્વપ્ન-સિદ્ધિ હિત,
કરીએ શુભપ્રસ્થાન,
સકલ-વિશ્વનો કણ-કણ ગાશે,
માનું મંગલગાન, માનું મંગલગાન.
સંકલ્પ બળથી યહૂદીઓને એમની ભૂમિ – ઈઝરાયેલ પરત મળતી હોય, જો ખંડિત ઉત્તર અને દક્ષિણ વિયેતનામ તથા કોરિયા ફરી એક થઈ શકતા હોય, જો સાંસ્કૃતિક ચેતનાના બળે પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થઈ શકતું હોય તો ભારત પણ ફરી એક અને અખંડ થઈ શકે છે.


