ગંભીરાબ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારવામાં આવ્યું છે.

ગંભીરાબ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારવામાં આવ્યું છે.

ન્યુઝડે નેટવર્ક
ગંભીરાબ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારવામાં આવ્યું છે. 2 કેપ્સ્યૂલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાથી બ્રિજ પર ખેંચાયું હતું.ટેન્કરને બહાર કાઢવાની કામગીરી સમયે સુરક્ષાનું ધ્યાન રાખીને અન્ય માપદંડો સાથે ચાર ડ્રોન વડે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેથી નિરીક્ષણ કરી શકાય.
વિશ્વકર્મા કંપનીના કેતનભાઈએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નિષ્ણાત ઇજનેરો સહિત આશરે 70 લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા. ટેન્કરને બહાર કાઢવા માટે વિશ્વકર્મા કંપની પર વિશ્વાસ રાખવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીને તેમણે સરકાર અને દેશની મદદ માટે તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, ટેન્કરને બહાર કાઢવી કામગીરી પડકારજનક હતી, પરંતુ સૂઝબૂઝ અને કૌશલ્યથી આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું તેનો સંતોષ છે.