અભિનેત્રી સંપત્તિ વિવાદ વકર્યો
ન્યુઝડે નેટવર્ક
અભિનેત્રી ક્રિસ્ટિના પટેલે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાઇરલ કરી જણાવ્યું છે કે, મારી જે વાત છે મારો જે મુદ્દો છે તેને ટ્વીસ્ટ કરવામાં આવી રહ્યો છે. મારા પરિવાર તરફથી અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે, હું પૈસા અને પ્રોપર્ટી માટે આ કરી રહી છું. હું પ્રોપર્ટી માટે આ કશું કરી નથી રહી પ્રોપર્ટી માટે જે થશે એ કોર્ટમાં થશે, લીગલી જે હશે એ થશે. મારો મુદ્દો એ છે કે મારા ભાઈ અને મારા મોટા પપ્પા બિપીનભાઈ મારા ઘરે આવ્યા હતા.
મારી માતા ઉપર હુમલો કર્યો હતો એ મારો મુદ્દો છે. મારી માતા સુરક્ષિત નથી આ સિવાય મારો કોઈ મુદ્દો નથી. કાલે મારી પાસે અરજી પોલીસે લીધી છે અને હવે એમનું નિવેદન લેવામાં આવશે તેવું કીધું છે અને એમના નિવેદન બાદ આગળ શું કરવું એ પછી તમને જણાવીશું આવું પોલીસ કહી રહી છે. મને ભરોસો છે પોલીસ કાર્યવાહી કરશે. તેણે વીડિયોમાં પિતાની એક ઓડિયો ક્લિપ પણ અટેચ કરી, જેમાં પિતા ખુદ બોલી રહ્યા છે કે, મારા મોટાભાઈ અને આનંદના કારણે મારે મરી જવું પડશે..સાથે તેમાં 9 લાખ રૂપિયા આનંદ પાસેથી લેવાના હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


