અનુચ્છેદ 370 નાબુદી ને આજે 6 વર્ષ પૂર્ણ

અનુચ્છેદ 370 નાબુદી ને આજે 6 વર્ષ પૂર્ણ

ન્યુઝડે નેટવર્ક
5 ઓગસ્ટ આજનો દિવસ મહત્વપૂર્ણ છે. 6 વર્ષ પહેલા વર્ષ 2019 મા આજના જ દિવસે કાશ્મીર ને ભારત થી અલગ કરનારી અને દેશની સંપ્રભુતા માટે જોખમી, ભેદભાવ વાળી ધારા 370 આજના જ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા સમાપ્ત કરવામાં આવી હતી.
આ ધારા સમાપ્ત કરવા વર્ષો થી દેશના ના મોટા ભાગના લોકોની ઈચ્છા હતી. આ ધારા અંતરંગત કાશ્મીર મા એવા ઘણા નિયમો બની ગયા હતા જે ભારતીયો ના પક્ષ મા ન હતા. કોઈ પણ સામાન્ય ભારતીય કાશ્મીર મા જમીન મકાન ખરીદી ન કરી શકતો હતો. ઘણા લોકો ને ખ્યાલ નહિ હોય કે એક સમય મા કાશ્મીર મા મુખ્યમંત્રી નહિ પણ વડાંપ્રધાન હતા. કાશ્મીર જવા માટે વિઝા ની જરૂર હતી. આ ધારા ના કારણે કાશ્મીર ના ઘણા લોકો પોતાને ભારત થી અલગ દેશના નાગરિક સમઝતા હતા.
જે દિવસે આ ધારા સમાપ્ત કરવામાં આવી તેના પહેલા ત્યાં ના મોટા નેતાઓ ના નિવેદન ભારત સરકાર માટે એક પડકાર હતા. ફારુખ અબ્દુલ્લા અવાર નવાર કહી ચુક્યા હતા કે ધારા 370 સમાપ્ત કરવાની કોઈ ની તાકાત નથી. મેહબૂબ મુફ્તી એ નિવેદન આપ્યું હતું કે ધારા 370 સમાપ્ત થશે તો કોઉ તિરંગો હાથ મા નહિ લે. પરંતુ સત્ય આના થી વિપરીત સામે આવ્યું. આજે કાશ્મીર નો યુવા તિરંગો લઇ ખુશ જોવા મળે છે. આ ધારા સમાપ્ત થયાં બાદ કાશ્મીર મા વિકાસ ની રફ્તારે વેગ પકડ્યું છે. કાશ્મીર મા ભારતીય એન્જીનીયરિંગ નો ઉત્કૃષ્ટ બ્રિજ નિર્માણ આજે દુનિયા જોઈ રહી છે. પોતે કાશ્મીર ના મુખ્યમંત્રી આ બ્રિજ માટે કેન્દ્ર સરકાર નું વખાણ કરી ચુક્યા છે.