રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન પર 5 ઓગસ્ટ ના રોજ ફિલ્મ રિલીઝ
ન્યુઝડે નેટવર્ક.
વર્ષોથી ભારત માટે અતિ મહત્વપૂર્ણ રહેલો વિષય એટલે -અયોધ્યા રામ મંદિર. હવે આ જ વિષય પર મુવી રિલીઝ થવા જઈ રહી છે.
મુગલ શાસન કાળ થી લઇ અંગ્રેજ શાસન અને પછી ભારત ની આઝાદી બાદ પણ અયોધ્યા રામ મંદિર નિર્માણ નો મુદ્દો દેશની બહુસંખ્યાક સનાતન પ્રજા માટે અતિ વિશેષ રહ્યો છે ત્યારે આ મંદિર માટે રાજકીય સામાજિક અને કાનૂની લડત જેવા વિષયો ને સંક્ષિપ્ત રીતે નિર્દેશક કઈ રીતે રજુ કરે છે તે જોવાનું વિષય છે.મળતી માહિતી મુજબ આ ફિલ્મ નું નામ 695 -દ અયોધ્યા છે. આ નામ મા 695 નું રહસ્ય ફિલ્મ મા બતાવવામાં આવશે તેવી અટકલો છે.

