ગંભીરા બ્રિજ દુર્ઘટના ટેન્કર ઉતારવા નિષ્ણાતો ની ટિમ કામ પર

ગંભીરા બ્રિજ દુર્ઘટના ટેન્કર ઉતારવા નિષ્ણાતો ની ટિમ કામ પર

ન્યુઝડે નેટવર્ક ,૯ જુલાઈ ના રોજ થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના ને એટલા દિવસો વીત્યા બાદ ટેન્કર મલિક માટે રાહત ના સમાચાર છે . ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. હાલ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે. કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.આ ટેન્કર ઉતારવા માટે 10થી વધુ નિષ્ણાતોની ટીમ તમામ જરૂરી સેફટી સાધનો સાથે ખડેપગે છે.