હિન્દૂ આતંકવાદ નામ ની ઉપજાવેલી, બનાઈ કાઢેલી ખોખલી સ્ક્રીપ્ટ કોર્ટ મા પરાજિત

“હિન્દૂ આતંકવાદ નામ ની ઉપજાવેલી, બનાઈ કાઢેલી ખોખલી સ્ક્રીપ્ટ કોર્ટ મા પરાજિત

ન્યુઝડે નેટવર્ક
વર્ષ 2004 મા એક ફિલ્મ આવી હતી -મેં હું ના. શાહરુખ ખાન , સુનિલ શેટ્ટી અભિનિત આ ફિલ્મ ની ડિરેક્ટર હતી ફરાહ ખાન. એક હિન્દૂ ને અને સેન્ય અધિકારી ને આતંકવાદી તરીકે બતાવતી બૉલીવુડ ની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મ મા સુનિલ શેટ્ટી એક સેનિક અધિકારી તરીકે બતાવવામાં આવ્યો હતો જે મુસ્લિમો થી ભારોભાર નફરત કરે છે. જેને પોતાની આ ભાવના ના કારણે સેના થી બરતરફ કરવામાં આવે છે. ત્યાર બાદ આ એક્સ આર્મી મેન સુનિલ શેટ્ટી બદલો લેવા એક આતંકવાદી બની જાય છે. આ હતી ફિલ્મ ની સ્ક્રીપ્ટ. ભારત ની મનોરંજન પ્રેમી નિર્દોષ અને ભોળી પ્રજા એક સેનિક ને આતંકી બતાવવાનો વિરોધ નોંધાવ્યા વગર આ ફિલ્મ ને વધાવી લે છે. પરંતુ આ પ્રજા આ વાત થી અજાણ કે આ સ્ક્રીપ્ટ રાજકીય સ્તરે એક ખતરનાક ષડયંત્ર હેઠળ વાસ્તવિક કરવાનાં ખેલ પણ થઇ શકે છે.
વર્ષ 2008 બે આતંકી હુમલા માલે ગાવ બ્લાસ્ટ અને મુંબઈ અટેક. 29 સપ્ટેમ્બર 2008 મા મહારાષ્ટ્ર ના માલે ગાવ વિસ્તાર મા એક બ્લાસ્ટ થયું જેમાં 6 નિર્દોષ નાગરિકો ના મૌત થયાં અને 100 થી વધુ ઘાયલ થયાં. આ ઘટના બની ત્યારે રમઝાન પર્વ ચાલી રહ્યું હતું અને નવરાત્રી ની તૈયારી પણ ચાલુ હતી.આ કેસ મા મહારાષ્ટ્ર ATS દ્વારા બે મોટા નામ ની ધરપકડ થઇ. એક હતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને બીજું નામ હતું એક્સ આર્મી મેન કરનલ પુરોહિત.
કરનલ પુરોહિત પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેઓ એક રેડિકલ હિન્દૂ સંગઠન અભિનવ ભારત નામનું ગ્રુપ ચલાવી રહ્યા હતા. જેમને આ બ્લાસ્ટ માટે બેઠકો ગોઠવી અને એક્સપલોઝીવ એરેન્જ કરવાની કામગીરી કરી.ફિલ્મ મા સુનિલ શેટ્ટી એક્સ આર્મી મેન અને રિયલ લાઈફ મા કરનલ પુરોહિત બધું બંધ બેસતું ગોઠવવાની શરૂઆત.
સાધ્વી પ્રગયા ઠાકુર એક મજબૂત છાત્ર સંગઠન ના વિદ્યાર્થી નેતા હતા. એટલે હવે હિન્દૂ આતંકવાદ ની એક ખોખલી અને બનાવટી સ્ટોરી વાસ્તવિક કરવા માટે રાજકીય સ્તરે તાકાત લગાડવામાં આવી.
ત્યારની કોંગ્રેસ નેતૃત્વ અને સમર્થન વાળી કેન્દ્ર અને રાજ્ય સરકાર હિન્દૂ આતંકવાદ no અસ્તિત્વ સાબિત કરવામાં લાગી ગઈ. સરકાર ના સમર્થન મા તેમના નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યા – દેશને પાકિસ્તાન કરતા વધુ ખતરો હિન્દૂ કટ્ટર વાદ થી છે જેવા નિવેદન આપવામાં આવ્યા. દેશના ગૃહમંત્રી અને મંત્રી પદ પર તે સમયે કાર્યરત નેતાઓ દ્વારા હિન્દૂ આતંકવાદ નામનો રાગ આલાપવામાં કોઈ કસર બાકી નથી રખાઈ. હિન્દૂ આતંકવાદ પર લખાયેલી એક પુસ્તક વિમોચન મા બૉલીવુડ ના લેખક દિગંદર્શક અને કોંગ્રેસ નેતાઓએ મંચ શેયર કર્યું.
આ દેશની કેવી દુર્દશા કરવામાં સપના હતા કે દેશની બહુસંખ્યક સહિષ્ણુ હિન્દૂ પ્રજા લક્ષ્ય પર હતી અને લક્ષ્ય બનાવી રહ્યા હતા કોંગ્રેસ સમર્થત નેતાઓ, બૉલીવુડ લેખકો, દિગંદર્શકો.આ બધા હિન્દૂ આતંકવાદી ને સ્થાપિત કરવામાં એટલા ગળાડુબ થઇ ગયા કે તેમને ખ્યાલ પણ ના રહ્યું કે અસલી આતંકી પણ આ બધું જોઈ રહ્યા હશે અને યોજના બનાવતા હશે.
વર્ષ 2008 -26/11 મુંબઈ એટેક, હાથ ઓર કલાવો બાંધી હિન્દૂ વેષ બતાવી કસાબ એન્ડ કંપનીએ મુંબઈ પર હુમલો કર્યો 166 થી વધુ લોકોની હત્યાં કરવામાં આવી. દેશની બહુસંખ્યક હિન્દૂ પ્રજા જે તે સમય મા એક કસોટી મા થી પસાર થઇ રહી હતી, તેમને શહીદ તુકારામ આંબલે ને કસાબ ને જીવતો પકડવા બદલ મનોમન આભાર માન્યો. જો કસાબ જીવતો ના પકડાયો હોત તો કદાચ તેના મૃત શરીર પર હાથ મા કલાવો જોઈને હિન્દૂ આતંકવાદ શબ્દ ને સ્તપિત કરવા માટે કોંગ્રેસ બધું કરી ચુકી હોત. આજે પણ એ પ્રશ્ન ની ઉત્તર નથી કે પક્ષીતન થી આ આતંકવાદીઓ મુંબઈ સુધી હથિયારો સાથે કઈ રીતે પોહોંચી ગયા.
કોંગ્રેસ ના નેતાઓ, બૉલીવુડ ના લેખકો અને અન્ય પોતાને ધર્મ નિરપેક્ષ કહેતા હિન્દૂ વિરોધી લોકો દ્વારા આ દેશની બહુસંખ્યક સહિષ્ણુ હિન્દૂ પ્રજા પર હિન્દૂ આતંકવાદ ના નામે જે કલન્ક લગાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે બધા નિષ્ફળ ગયા જયારે સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા કરનલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સાથે બધા આરોપીઓ ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

-Vikas Sharma