20 મી જુલાઈ પુણ્યતિથિ મહાન બટુકેશ્વર દત્તની
ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, દેશનું આ દુર્ભાગ્ય રહ્યું છે કે આપણા ઇતિહાસમાં જે લોકોએ દેશ માટે સર્વસ્વ આપી દીધું ,અર્પણ કરી દીધું એ લોકો આજે પણ અજ્ઞાત છે. એવા જ એક મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્તનો જન્મ 18 મી નવેમ્બર વર્ષ 1910 માં ઓવેરી ગામ બંગાળ ખાતે થયો હતો. બટુકેશ્વર દત્તના પિતાજી એક દવાની કંપનીમાં કામ કરતા હતા પાછળથી તેઓ કાનપુર સ્થાયી થયા હતા જેના લીધે બટુકેશ્વર દત્તનો શિક્ષણ કાનપુર ખાતે થયો. તે દિવસોમાં કાનપુર ક્રાંતિકારીઓનું ગઢ માનવામાં આવતું હતું. શહીદ વીર ભગતસિંહ ની સાથે 8 એપ્રિલ 1929 ના રોજ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા બાદ જો મટુકેશ્વર દતે ચાહું હોત તો એ ભાગી શક્યા હોત. પરંતુ ક્રાંતિકારી દળના નિર્ણય અનુસાર બંને લોકોએ ગિરફતારી આપી.
6 જૂન 1929 ના રોજ બંને લોકોએ અદાલતમાં એક લેખિત નિવેદન આપ્યું. જેમાં ક્રાંતિકારી દળની કલ્પના ઈન્કલાબ જિંદાબાદ નો અર્થ અને દેશની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનની વાત કહેવામાં આવી હતી. 25 જુલાઈ 1929 ના રોજ તેમને ગ્રહ મંત્રીને સંબોધીને એક પત્ર પણ લખ્યું હતું જેની અંદર જેલમાં બંધ રાજકીય બંધીઓ પર થઈ રહેલું અત્યાચાર અને તેમના અધિકારો વિશે વાત કરવામાં આવી હતી. બટુકેશ્વર દતે સાથીઓ સાથે મળીને આ વિષય ઉપર 114 દિવસની ભૂખ હડતાલ પણ કરી હતી.
ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી જ્યારે બટુકેશ્વર દત્ત ને આજીવન કારવાસની સજા આપવામાં આવી હતી. આના પર ભગતસિંહ એ તેમને એક પત્ર લખ્યો. જેમાં લખ્યું હતું કે અમે તો મરી જઈશું પણ તમે જીવિત રહીને દેખાડી દો કે ક્રાંતિકારી જેમ હસીને ફાંસીના માટે ચડી શકે છે તે જ રીતે ક્રાંતિકારી પોતાના આદર્શો માટે જેલની આંધળી કોઠીમાં રહીને અત્યાચાર પણ સહન કરી શકે છે.
23 માર્ચ 1931ના રોજ લાહોર જેલમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. તેવી જ રીતે બટુકેશ્વર દત્ત ને પહેલા અંદમાન અને પછી પટના જેલમાં 1938 માં રાખવામાં આવ્યો. જેની અંદર તેઓ પેટના રોગ તેમજ ટીવીના કારણે પીડિત થયા. આઠમી સપ્ટેમ્બર 1938 ના રોજ તેઓ શરતો સાથે જામીન પર છોડવામાં આવ્યા. પરંતુ તેઓ વર્ષ 1942માં ભારત છોડો આંદોલન માં ભૂમિકાના લીધે ફરીથી જેલમાં ગયા. વર્ષ 1945 માં તેઓ પોતાના ભાઈના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા
વર્ષ 1947 માં તેઓ હજારીબાગ જેલથી મુક્ત થઈ પટણા ખાતે રહેવા લાગ્યા. આટલી મોટી જેલયાત્રા બાદ પણ તેમનો ઉત્સાહ જીવિત હતો. 36 વર્ષની ઉંમરમાં તેમને આસનસોલ ખાતે વિવાહ કર્યા. ભગતસિંહ ના માતાજી તેમને બીજો પુત્ર માનતા હતા.
પટનાની અંદર બટુકેશ્વર દત્ત અને ખૂબ જ આર્થિક કઠિનાઈઓ નો સામનો કરવો પડ્યો. બટુકેશ્વર દત્તને એક સિગરેટ બનાવતી કંપનીમાં કર્મચારી તરીકે કામ કરવું પડ્યો અને તેમની પત્નીને સો રૂપિયા મહિને પગાર ઉપર એક વિદ્યાલયમાં નોકરી કરવી પડી. વર્ષ 1963 માં બટુકેશ્વર દત્તને વિધાન પરિષદ માટે નામાંકિત કરવામાં આવ્યા. પરંતુ ત્યાં તેમને ખૂબ જ વિરોધનો સામનો કરવો પડ્યો કારણ કે બટુકેશ્વર દત્તનો સ્વભાવ રાજનીતિ માટે ન હતો.
વર્ષ 1964માં તેમની તબિયત ખૂબ બગાડતા તેમને સૌથી પહેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પછી દિલ્હીમાં સફદરગંજ હોસ્પિટલમાં તેમનો ઈલાજ કરવામાં આવ્યો. તેમને ખૂબ જ સંવેદના સાથે કહ્યું કે જે દિલ્હીની એસેમ્બલીમાં મેં બોમ્બ ક્યો હતો ત્યાં અમારે આજે સ્ટ્રેચર ઉપર આવવું પડ્યું, આવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું.
તેના બીમારી ના સમયમાં વિધ્યાઓથી દેવી તેમની સેવામાં લાગેલા રહ્યા. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તેમજ તેમના જુના સાથીઓ તેમને મળતા રહ્યા. 20 જુલાઈ 1965 ના દિવસે આ ક્રાંતિવીરે પોતાના દેહનો ત્યાગ કર્યો. તેમનો અંતિમ સંસ્કાર એ જ સ્થળ ઉપર કરવામાં આવ્યું જ્યાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. પોતાના મિત્રો અને એમાં વિધ્યાઓથી દેવી સાથે બટુકેશ્વર દત્ત આજે પણ ત્યાં શાંત છે.

