ક્રાંતિવીર મંગલ પાંડે જન્મ જયંતી 19 જુલાઈ
ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, અંગ્રેજી શાસનના વિરુદ્ધ લાંબા સમય સુધી ચાલેલા સંગ્રામ ની શરૂઆત કરનારા ક્રાંતિવીર મંગલ પાંડે નો જન્મ 19 મી જુલાઈ 1827 ના રોજ નગવા ગામ આજનો બલિયા ઉત્તર પ્રદેશમાં થયો હતો. યુવા અવસ્થામાં તેઓ સેનામાં ભરતી થઈ ગયા હતા.
જ્યારે મંગલ પાંડે સેનામાં ભરતી થયા હતા ત્યારના સમયમાં સૈનિક છાવણીઓ વિરોધની જ્વાલા ભડકી રહી હતી. અંગ્રેજોને ખબર હતી કે હિન્દુ લોકો ગાયને પવિત્ર માને છે જ્યારે કે મુસ્લિમો સુવરથી નફરત કરે છે. તે છતાં પણ તેઓ જે સૈનિકોને બંદૂકના કારતુસ આપતા હતા તેમાં ગાય અને સુવરની ચરબી મળેલી રહેતી હતી. આ કારતુસ ને સૈનિકો દ્વારા મોઢા નો ઉપયોગ કરીને ખોલવું પડતું હતું. એવું ઘણા લાંબા સમય થી ચાલતું આવ્યું હતું પણ સૈનિકોને તેની ખબર ન હતી.
મંગલ પાંડે તે સમયે બૈરકપુર માં 34મી હિન્દુસ્તાની બટાલીયન માં હતા. ત્યાં પાણી પીવડાવનારા એક હિન્દુએ વ્યક્તિએ આ માહિતી સૈનિકોને આપી. આ માહિતી સાંભળ્યા બાદ સૈનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. આ માહિતી સાંભળીને મંગલ પાંડે થી રહેવાયું નહીં અને તેમણે 29 મી માર્ચ 1857 ના રોજ વિદ્રોહ કર્યો.
એક ભારતીય હવલદાર મેજર એ જઈને સાર્જન્ટ મેજર હ્યુસન ને આ બધી વાત કરી. આ સાંભળીને મેજર ઘોડા પર સવાર થઈ છાવની તરફ તરફ નીકળી પડ્યો. ત્યાં મંગલ પાંડે સૈનિકો ને કહી રહ્યા હતા કે અંગ્રેજ આપણા ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છે. આપણે તેમની નોકરી છોડી દેવી જોઈએ, મેં પ્રતિજ્ઞા કરી છે કે જે પણ અંગ્રેજ મારી સામે આવશે હું તેને મારી નાખીશ.
સાર્જન્ટ મેજર હ્યુસન એ સૈનિકોને મંગલ પાંડે ને પકડવા નું કહ્યું પરંતુ ત્યારે મંગલ પાંડેની ગોળી તેમના સીનાને આરપાર કરી ચૂકી હતી. તેની લાશ ઘોડા પરથી નીચે પડી ગઈ. ગોળી ની આવાજ સાંભળીને એક અંગ્રેજ લેફ્ટિનેંટ ત્યાં આવી પહોંચ્યો. મંગલ પાંડે એ તેની સામે પણ ગોળી ચલાવી પરંતુ તે ઘોડા પરથી પડી ગયો અને અને બચીને ભાગ્યો.ત્યારે મંગલ પાંડે તેના પર તૂટી પડ્યા અને તલવારથી તેનું કામ તમામ કરી નાખ્યો. લેફ્ટિનેંટ ની સહાયતા માટે એક બીજો અંગ્રેજ પણ સામે આવ્યો પરંતુ તે પણ મંગલ પાંડેના હાથો દ્વારા મૃત્યુ પામ્યો.
હવે ચારો દિશાઓમાં શોર મચી ગયો, 34મી પલટનના કર્નલ હિલટ દ્વારા ભારતીય સૈનિકોને મંગલ પાંડે ને પકડવાનો આદેશ આપવામાં આવ્યો. પણ ભારતીય સૈનિકો આના માટે તૈયાર ના થયા. તેથી અંગ્રેજ સૈનિકોને બોલાવવામાં આવ્યા. હવે મંગલ પાંડેને ચારો તરફથી ઘેરી લેવામાં આવ્યા હતા. તેઓ સમજી ચૂક્યા હતા કે હવે બચવું અસંભવ છે. તેથી તેમને પોતાની જાતને ગોળી મારી પરંતુ તેનાથી તેમનો જીવ ગયો નહીં તેઓ ઘાયલ થઈ ગયા. અંગ્રેજ સૈનિકો દ્વારા તેમને પકડી લેવામાં આવ્યું.
મંગલ પાંડે ઉપર સૈનિક ન્યાયાલયમાં મુકદમો ચલાવવામાં આવ્યો. મંગલ પાંડે કહ્યું કે હું અંગ્રેજોને આ દેશનો ભાગ્યવિધાતા નથી માનતો, દેશને આઝાદ કરાવવું જો અપરાધ છે તો હું આ અપરાધનો દરેક દંડ ભોગવા તૈયાર છું.
ન્યાયાધીશે તેમને ફાંસીની સજા આપી અને એના માટે 18 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજોએ દેશભરમાં વિદ્રોહ ની અગ્નિ ફેલાવવાના ભયથી ઘાયલ અવસ્થામાં જ તેમને આઠમી એપ્રિલ 1857 ના રોજ ફાંસી આપી દીધી. બેરકપુર છાવણીમાં તેમને ફાંસી આપવા કોઈ તૈયાર ન થયું તેથી કલકત્તામાંથી ચાર જલાદને જબરજસ્તી બોલાવવામાં આવ્યો.
મંગલ પાંડે દ્વારા ક્રાંતિની જે મશાલ સળગાવવામાં આવી તેણે આગળ જઈને 1857 સ્વાધીનતા સંગ્રામ નો વ્યાપક સ્વરૂપ લીધું. ભારતને વર્ષ 1947માં આઝાદી મળી પરંતુ તેના માટે પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડે નો બલિદાન સદેવ યાદ કરવામાં આવશે.


