સુરત માં ૧૯ વર્ષીય યુવતીનો આપઘાત
ન્યુઝડે નેટવર્ક , સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડિયા નામની પાટીદાર યુવતીએ ઘરમાં ફાંસો ખાઈને રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. યુવતી પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં ભણાવવા જતી હતી. આ મામલે સિંગણપોર પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના બાદ પાટીદાર સમાજના એક અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સાથે જ પાટીદાર સમાજ દીકરીના સાથે હોવાનું પણ જણાવાયું છે.

