કેનેડા માં રથયાત્રા પર ઈંડા ફેંકવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો
ન્યુઝડે નેટવર્ક , ભારત સરકારે પણ કેનેડાના ટોરન્ટોમાં રથયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો દ્ધારા ઇંડા ફેંકવાની ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું અને કહ્યું કે તે એકતા અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપતી ઉત્સવની ભાવનાની વિરુદ્ધ છે. વધુમાં તેમણે આશા વ્યક્ત કરી કે કેનેડિયન સરકાર ભારતીય સમુદાયના ધાર્મિક અધિકારોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેશે.


