“રાજસ્થાનમાં નવ વર્ષની છોકરીને આવ્યું હાર્ટ એટેક”

રાજસ્થાનમાં નવ વર્ષની છોકરીને આવ્યું હાર્ટ એટેક

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, રાજસ્થાનના સીકર જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સીકર જિલ્લાના દાતારામગઢ ગામના આદર્શ વિદ્યા મંદિર ની આ ઘટના છે કે જ્યાં પ્રાચી નામની નવું વર્ષની વિદ્યાર્થીની ને લંચ બ્રેક બાદ હાર્ટ એટેક આવ્યું. બાળકી ટિફિન ખોલી રહી હતી ત્યારે જ એ ઢળી પડી તેને હોસ્પિટલ લઈ જતા વખતે ત્રીજી વાર એને હાર્ટ અટેક આવ્યો અને તેની મૃત્યુ થઈ ગઈ. આ વિદ્યાર્થીની ચોથા ક્લાસમાં ભણતી હતી. સ્કૂલના પ્રિન્સિપલ નંદ કિશોર ના બતાવ્યા અનુસાર મંગળવાર સવારે 11:00 વાગે લંચ બ્રેક થયું હતું બધા જ વિદ્યાર્થીઓ પોત પોતાની ક્લાસની અંદર જમવાનું જમી રહ્યા હતા આ દરમિયાન પ્રાચી પોતાનો ટિફિન ખોલી રહી હતી ત્યારે જ એ બેહોશ થઈને ઢળી પડી સાથે જ તેનું ટિફિન વિખેરાઈ ગયું. તે વખતે સ્કુલ સ્ટાફ તરત જ હરકતમાં આવ્યો અને બાળકીને દાતારામગઢ સીએચસી લઈ જવામાં આવ્યું જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક તપાસ બાદ બાળકીને જિલ્લાના એસ.કે હોસ્પિટલ વેફર કરવાની તૈયારી કરી. પરંતુ બાળકીને જ્યારે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન તેને ત્રીજો એટેક આવ્યો જેના લીધે ત્યાં જ તે મૃત થઈ ગઈ