બિહાર વોટર વેરિફિકેશન સમયે ચોંકાવનારા ખુલાસા થયા
ન્યુઝ ડે નેટવર્ક, દેશભરમાં બહુ ચર્ચિત બિહાર વોટર વેરિફિકેશન ફરીથી એકવાર ચર્ચામાં છે. ચૂંટણી પંચ દ્વારા બિહારમાં ચાલી રહેલું વોટર વેરિફિકેશન અભિયાન માં ચૂંટણી પંચે ચોખાઓનારા ખુલાસા કર્યા છે. ચૂંટણી પંચના ઉચ્ચ પદ ઉપર સ્થાપિત સૂત્રોની માનીએ તો તે મુતાબિક બિહારમાં એસઆઈઆર ના દરમિયાન ઘેર ઘેર જઈને કરવામાં આવેલા વેરિફિકેશનમાં બુથ લેવલ અક્ષરો એટલે કે બીએલઓ ને નેપાલ બાંગ્લાદેશ અને મ્યાનમાર થી બિન કાયદેસર આવેલા લોકો મોટી સંખ્યાના મળ્યા છે.
ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે 1 ઓગસ્ટ 2025 પછી યોગ્ય તપાસ બાદ તેમના નામ 30મી સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રકાશિત થનારી અંતિમ યાદીમાં સામેલ કરવામાં નહીં આવે. આશા છે કે ચૂંટણી પંચ 30મી સપ્ટેમ્બરના રોજ આ આંકડાને પણ સાર્વજનિક કરશે. બિહારમાં વોટર વેરિફિકેશન અભિયાન અંતર્ગત મતદાતા ગણનાના ફોર્મ જમા કરવાની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે.

