“અમે કાશ્મીર ની મદદ માટે તૈયાર છીએ:મમતા બેનર્જી”

અમે કાશ્મીર ની મદદ માટે તૈયાર છીએ:મમતા બેનર્જી

ન્યુઝડે નેટવર્ક, હાવડા, પશ્ચિમ બંગાળ. એક પ્રેસ વાર્તા દરમિયાન જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા સાથે પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જી મમતા બેનરજીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા દ્વારા કાશ્મીર આવવા અપાયેલા નિમંત્રણ નો તેમને સ્વીકાર કર્યો છે. પૂજા ઉત્સવ બાદ મમતા બેનર્જી કાશ્મીર જવાનો પ્રયાસ કરશે. તેઓને કહ્યું કે અમે કાશ્મીર ની મદદ માટે તૈયાર છીએ, અમારા પ્રવાસીઓએ કાશ્મીર જવું જોઈએ, ડરવાની કોઈ જરૂર નથી. સરકારે પણ પ્રવાસીઓ ની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. હું કાશ્મીર ની બઉ મોટી પ્રશંસક છુ, આ ખુબસુરત છે, અને મારાં કાશ્મીરી ભાઈ બહેનો માટે મને દિલ થી પ્રેમ છે.