“આનંદ વડોદરા ને જોડતો ગંભીર બ્રિજ તૂટ્યો, વાહનો નદી માં “
ન્યુઝડે નેટવર્ક, રાજ્ય ના પાદરા સ્થિત દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર થી જોડતો, વડોદરા ને આનંદ થી જોડતો ગંભીર બ્રિજ તૂટી પડ્યો છે. બ્રિજ પરંતુ વાહનો ની મળતી જાણકારી મુજબ ઈકો કર, ટ્રક અને બીજા વાહન નદી માં ખાબક્યા છે. મળતી માહિતી મુજબ ઈકો કર નદી માં ટ્રક નીચે દબાયેલી છે જેમાં કેટલા લોકો સવાર હતા તેની તપાસ તંત્ર દ્વારા ચાલુ છે. ઘાયલો નો રેસ્ક્યુ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઘટના માં મૃત્યુ નો આકડો હજુ મળ્યો નથી પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ 3 લોકો ના મૌત ની પુષ્ટિ થઇ છે. નજરે જોનારા લોકો નું કહેવું છે કે બ્રિજ ઓર ખાડા ના કારણે ટ્રાફિક થયું હતું જેના લીધે આ ઘટના બની છે. જયારે કે રાજકીય નિવેદનબાજી પણ ઘટના બાબતે શરુ થઇ ચુકી છે. કોંગ્રેસ આ મુદ્દે તંત્ર પર સવાલ ઉઠાવી રહી છે તો ભાજપ બ્રિજ નું સમારકામ થઇ ચૂક્યું હોવાની અને બ્રિજ માં કોઈ ખામી ના હોવાનની વાત કરી રહી છે. હાલ માં બ્રિજ ના બંને બાજુ નો ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ડાઇવર્ટ કરવાની કામગીરી ચાલુ છે.

