બિન ભારતીય ને ભારતની મતદાર યાદીમાં સ્થાન નથી :ચૂંટણી પંચ.
ન્યુઝ ડે નેટવર્ક, બિહારમાં મતદાન પહેલા રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. આ રાજકારણ મતદાન યાદીની સમીક્ષા ના કારણે શરૂ થયેલ છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા બિહાર પછી દરેક રાજ્યમાં કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ઘરે ઘરે જઈ મતદાતાઓની ઓળખ કરવામાં આવશે. કોઈપણ બિન ભારતીય મતદાન યાદીમાં ના રહી જાય એની પુષ્ટિ કરવા માટે ચૂંટણી પંચે આ અભિયાન શરૂ કર્યું છે.ચૂંટણી પંચના સૂત્રોએ માહિતી આપતા કહ્યું કે આગળ એ રાજ્યોનો વારો છે કે જ્યાં 2026 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ યાદીમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પોંડીચેરી નો સમાવેશ થાય છે. બિહાર વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણ થયા બાદ આ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા માટે કવાયત હાથ ધરવામાં આવશે.

