“ગુજરાતમાં 5011 ગુમ મહિલાઓ ની કોઈ માહિતી નથી”

નવરાત્રીના સમયે અડધી રાત્રે પણ સલામત ફરતી મહિલાઓ ગુજરાતનું એક પરિચય રહી છે. મહિલા સુરક્ષા નું આ એક ઉત્તમ ઉદાહરણ આખા દેશમાં ગુજરાતી પૂરું પાડ્યું છે, પરંતુ લવ જેહાદ અને પ્રેમ પ્રકરણના કિસ્સાઓ વધતા આજે સ્થિતિ એ છે કે ગુજરાતમાં 5011 મહિલાઓનો કોઈ જ હતો પતો નથી.
મહિલાઓને ગુમ થવાના કિસ્સામાં મોટાભાગે જે કારણો છે એમાં પ્રેમ પ્રકરણ, પારિવારિક કંકાસ, વિવાદ , માનસિક બીમારી જેવા કારણોસર મહિલાઓ ઘર છોડી જાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય લોકસભામાં વિગતો આપી કે, ગુજરાતમાં વર્ષ 2020 માં કુલ 11,817 મહિલાઓ ગુમ થઈ હતી, જ્યારે વર્ષ 2021 માં 13,747 મહિલાઓ અને વર્ષ 2022માં 13,548 મહિલાઓ ગુમ થઈ હતી માત્ર ત્રણ વર્ષમાં જ કુલ મળીને 39,112 મહિલાઓ ગુમ થઈ હતી.
પોલીસનું કહેવું છે કે લાપતા મહિલાઓનું યોન શોષણ થાય છે કે ઓર્ગન ટ્રાફિકિંગનો કોઈ કિસ્સો અત્યાર સુધી ધ્યાનમાં આવ્યો નથી બીજું કે મહિલા ગુમ થાય ત્યારે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાય છે પણ મહિલા મળી આવે ત્યારે પોલીસે જાણ કર્યા નથી પરિણામે ખોવાયેલી મહિલા પોલીસે ચોપડે યથાવત રહે છે જો કે શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓનું માનવું છે કે ઘણા ખરા કિસ્સાઓમાં મહિલાઓને ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે અને વેશ્યાવૃતિમાં ધકેલવા મજબૂર કરવામાં આવે છે કેન્દ્રીય ગ્રહ મંત્રાલયે ગુજરાત માં મહિલાઓ ગુમ થવાના કિસ્સામાં માહિતી આપી હતી.