“રિસાયકલિંગ રિસર્ચ પર ભાર મુકનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી વાપીમાં શરૂ થશે”

પર્યાવરણને નુકસાન પહોંચાડનાર પ્લાસ્ટિક જેવી વસ્તુ માટે રિસર્ચ કરનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી ગુજરાતના વાપી ખાતે શરૂ થઈ છે.
પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, કાર્બન ફૂટ પ્રિન્ટ વધારે છે સહિતની માન્યતાઓને દૂર કરવા તેમજ દેશના ઉભરી રહેલા અર્થતંત્રમાં કરોડરજ્જુની ભૂમિકા ધરાવતા પ્લાસ્ટિક ઉદ્યોગ વધુ ગ્રોથ કરે તે ઉદ્દેશથી વાપી ખાતે દેશની સૌપ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી શરૂઆત કરવામાં આવી છે ચાલુ શૈક્ષણિક સત્ર થી શરૂ થયેલી આ યુનિવર્સિટીમાં પ્લાસ્ટિક તેમજ પોલીમર એન્જિનિયરિંગમાં બી ટેકનો અભ્યાસ કરાવવામાં આવશે.
આ અંગે માહિતી આપતા પ્લાસ્ટિક ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સંચાલક રાજુ દેસાઈએ જણાવ્યું હતું કે સમાજમાં પ્લાસ્ટિકને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે પ્લાસ્ટિકના નિકાસની વ્યવસ્થા અયોગ્ય હોવાના કારણે તે બદનામ થઈ રહ્યું છે પ્લાસ્ટિક ટકાઉ હોવાની સાથે ઓછો કાર્બન ફૂટ પ્રિન્ટ ધરાવે છે સાથે તેના ઉત્પાદન માટે ઓછી એનર્જી નો વપરાશ થાય છે સાયકલ પણ સરળતાથી થઈ શકે છે.