ન્યુઝ ડે નેટવર્ક.
હરિયાણા માં ઈ ટેન્ડર સામે વિવાદ વકરતા આજે પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યું હતું. ઈ ટેન્ડર નાં વિરોધ માં લગભગ ચાર હજાર લોકો જેમાં સરપંચો હતા તેઓએ વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું હતું. ઈ ટેન્ડર રદ્દ કરવાની માંગ ને લઈને આ હજારો ની સખ્યમાં પ્રદર્શન કરી સરપંચો હાઉસિંગ બોર્ડ ચોક ખાતે બેસી ગયા હતા.આ પ્રદર્શન કારી ઓ પર પોલીસે લાઠી ચાર્જ કરતા 100 થી વધુ સરપંચો ઘવાયા હતા.પોલીસ દ્વારા ચાર જાહેર નાં ટોળા સામે ફરિયાદ નોધાઇ છે જ્યારે જે પ્રદર્શન કરી રહેલા લોકોએ પણ આગળ નાં કાર્યક્રમ ની રણનીતિ ઘડી ને કામ શરૂ કર્યું છે.