“પાયલટ ની સતર્કતા નાં કારણે જાનહાનિ ટળી”

ન્યુઝ ડે નેટવર્ક.
કોલકાતામાં સ્પાઈસ જેટના વિમાન માં ખામી સર્જાતા ઇમેરજેંસી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.પાયલટ ની સતર્કતા નાં કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. સ્પાઈસ જેટ ની ફ્લાઇટ નાં પાયલટ ને એન્જિન નો બ્લેડ તૂટેલો ધ્યાન માં આવતા પાયલટ દ્વારા એર ટ્રાફિક નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ખામી ની જાણકારી નાં પગલે કોલકાતા એરપોર્ટ પર ઇમર્જેંસી જાહેર કરાઈ હતી ખામીયુક્ત આ ફ્લાઇટ માં 178 પેસેન્જર સાથે 6 ક્રુ મેમ્બર શામેલ હતા.પાયલટ ની સમય સૂચકતા નાં કારણે મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી.