“લાલ કિલ્લો તોડી નાખો: નસરુદ્દીન શાહ”

ન્યુઝ ડે નેટવર્ક .
ઇતિહાસ બાબતે 2 વર્ગ માં વહેચાયેલું બોલીવુડ નાં દિગ્ગજ અભિનેતા નસરુદ્દીન શાહે ફરી એક વાર વિવાદ ને હવા આપતા કહ્યું હતું કે જો મુગલ એટલા જ ખરાબ હતા તો લાલ કિલ્લો તોડી નાખો.ભારત માં વિદેશી આક્રમણકારી તરીકે ચર્ચાતા મુગલો વિશે પક્ષ લેતા અભિનેતાએ આ નિવેદન આપ્યું હતું.અભિનેતાએ કહ્યું હતું કે મુગલો નાં સારા કાર્ય ની અવગણના કરીને તેમને આક્રમણકારો તરીકે જોવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે નસરુદ્દીન શાહ વર્તમાન માં તાજ ડીવાઈડેડ બાય બ્લડ નામ ની વેબ સિરીઝ માં કામ કરી રહ્યા છે.