ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત હાઇકોર્ટ નાં વર્તમાન ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી નિવૃત્ત થાય એના એક દિવસ પહેલા કાર્યવાહક મુખ્ય ન્યાયધીશ તરીકે આશિષભાઈ જીતેન્દ્રભાઈ દેસાઈ ની નિમણુક કરવામાં આવી છે.કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ દ્વારા આ માહિતી ટ્વીટર નાં માધ્યમ થી સાર્વજનિક કરવામાં આવી હતી.જસ્ટિસ આશિષ દેસાઈ 26 તારીખ થી પોતાનો કાર્યભાર સંભાળશે.વર્તમાન ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી આવતી કાલે 62 વર્ષના થવા જઈ રહ્યા છે.દેશમાં આવેલી કુલ 25 હાઇકોર્ટ માં થી તેઓ હાલ એક માત્ર ચીફ જસ્ટિસ છે.