“અજય દેવગને ભોલા ફિલ્મ નાં ફોટા શેર કરી મહાશિવરાત્રી ઉજવી”

ન્યુઝ ડે નેટવર્ક.
બોલીવુડ નાં દિગ્ગજ અભિનેતા અજય દેવગન પોતાની અપકામિંગ ફિલ્મ ભોલા ને લઈને ઉત્સાહિત છે.આજે મહાશિવરાત્રી નાં દિવસે અભિનેતાએ પોતાની આવનારી ફિલ્મ ભોલા નાં ફોટા શેર કરી મહાશિવરાત્રી ની ઉજવણી કરી હતી.અભિનેતાએ આગામી ફિલ્મ માં મહાઆરતી નાં કેટલાક ફોટા શેર કર્યા હતા.ફિલ્મ માં અજય દેવગન અને તબુ લીડ રોલ માં જોવા મળશે.આ ફિલ્મ 2019 માં આવેલી એક તમિલ ફિલ્મ ની રિમેક હશે.અજય દેવગન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર મહા આરતી ની ચાર તસવીરો શેયર કરવામાં આવી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને હર હર મહાદેવ લખીને વધાવી રહ્યા છે.