ન્યુઝ ડે નેટવર્ક.
ભૂકંપ ની માર સહન કરી રહેલા તુર્કી અને સીરિયા માં અત્યાર સુધી લગભગ 20 હજાર લોકો નાં મૃત્યુ થવાના અહેવાલ છે.ચારેકોર વિનાશથી ઘેરાયેલા તુર્કી અને સિરિયામાં ભારતીય રેસ્ક્યું ટિમો પર બચાવ કાર્ય માં સતત મેહનત કરી રહી છે.આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વિડિયો શેર કર્યો છે જેમાં ભારતીય બચાવ દળો દ્વારા એક 6 વર્ષની નાની બાળકીને કાટમાળ માંથી જીવતો બહાર કાઢતા જોઈ શકાય છે.સ્નિફર ડોગ ની મદદ થી ભારતીય રેસક્યું ટીમ બચાવ કાર્ય કરી રહી છે ત્યારે આ એક ભાવનાત્મક દૃશ્ય ત્યાં જોવા મળ્યું હતું.
ભારતીય ગૃહમંત્રાલયે ટ્વીટર હેન્ડલ પર થી શેર કરેલા આ વીડિયો માં NDRF ની ટિમ દ્વારા ભૂકંપ માં જમીનદોસ્ત થયેલી એક બિલ્ડિંગ નાં કાટમાળ માંથી 6 વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢતા હોય શકાય છે.ભારતીય ગૃહમંત્રાલયના સ્પોકપરસને ‘ ઓપરેશન દોસ્ત ‘ નાં હેષ ટેગ સાથે આ ટ્વીટ કર્યું હતું.