ન્યુઝ ડે નેટવર્ક.
પાસ આંદોલન થકી લાઇમ લાઇટ માં આવેલા અને 2022 માં ભારતીય જનતા પાર્ટી તરફથી વિરમગામ વિધાનસભા સીટ પરથી જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ ને એક કેસ માં જામનગર ની કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.હાર્દિક પટેલ નાં વકીલ તરફથી કરવામાં આવેલી દલીલો ને કોર્ટે માન્ય રાખી આ ચુકાદો આપ્યો હતો.
2017 માં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જામનગર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની મંજૂરી શેક્ષણીક હેતુથી લેવામાં આવી હતી પરંતુ સભાનો ઉપયોગ રાજકીય હેતુ માટે થયો હતો જેની સામે પાસ કાર્યકર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ફરિયાદ નોધવામાં આવી હતી .જામનગર કોર્ટે આ કેસ માં થી હાર્દિક પટેલ ને વકીલો ની દલીલ માન્ય રાખી નિર્દોષ જાહેર કર્યો છે.