“ગુજરાત માં ફરી ધરતીકંપ નો આંચકો”

ન્યુઝ ડે નેટવર્ક.
ધરતીકંપ ની તારાજી નાં સાક્ષી બનેલા ગુજરાત ની ધરા પર આજે ફરી ભૂકંપ નાં આંચકા અનુભવ થયા હતા.આમ તો છેલ્લા કેટલાય સમય થી ગુજરાત નાં લોકો ઘણીવાર ભૂકંપ નાં નાના આંચકાઓ અનુભવ કરતા આવ્યા છે. વર્તમાન માં જ તુર્કી અને સીરિયા માં હજારો લોકોએ ભૂકંપ માં પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ગુજરાત માં પણ કચ્છ માં રિક્ટર સ્કેલ પર 3.0 નો ભૂકંપ અનુભવાયો છે.
બુધવાર મોડી રાત્રે લગભગ 9 વાગ્યા નાં સમય માં કચ્છ નાં ભચાઉ થી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપ નો આંચકો લોકોએ અનુભવ કર્યો હતો.આ ભૂકંપ ની તીવ્રતા 3.0 રહી હતી.