ન્યુઝ ડે નેટવર્ક.
વાહન સ્ક્રેપિંગ પોલિસી નાં અસરકારક અમલવારી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું અધ્યક્ષતા માં કેબિનેટ ની બેઠક મળી હતી.આ બેઠક માં વાહન સ્ક્રેપીંગ પોલિસી નાં અસરકારક અમલ માટે ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય માં વાહન સ્ક્રેપ પોલિસી નાં અસરકારક અમલ માટે 204 ફિટનેસ સેન્ટર ને મંજૂરી આપવામાં આવી છે.આ ફિટનેસ સેન્ટર માર્ચ 2023 થી કાર્યરત થશે તેવી માહિતી પ્રવક્તા મંત્રી દ્વારા આપવામાં આવી હતી.આ ફિટનેસ સેન્ટર અસ્તિત્વ માં આવવાથી ઓટો સેકટર માં પણ પરિવર્તન આવે તેવી શક્યતા છે.આ પોલિસી અંતર્ગત 15 વર્ષ જૂના કમાર્શિયલ વાહનો ની ફિટનેસ ટેસ્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.